વડોદરા, તા.૭
પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે નિર્માણ થનાર શ્રી નાગદમન શ્રીનાથધામનું નિર્માણ થનાર છે ત્યારે વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજરાજકુમારજીના કર-કમલો દ્વારા નવનિર્મિત હવેલી સંકુલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. પવિત્ર યાત્રાધામ ડાકોર ખાતે મથુરેશ્વરજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને વલ્લભાચાર્યજી વિશ્વકલ્યાણ ટ્રસ્ટના તત્વાઘાનમાં શ્રીનાગદમન શ્રીનાથધામનું મંગલ નિર્માણ થનાર છે.
ત્યારે ડાકોર સૂઈ રોડ ખાતે નિર્ધારીત સ્થાને વૈષ્ણવાચાર્ય પૂ. ઘ્રુમિલકુમારજી મહોદય તથા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદયના કર-કમલો દ્વારા હવેલી સંકુલનું ખાત મુહૂર્ત સંપન્ન થયું હતું. ખાત મુહૂર્તના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.