/
આ ટીવી અભિનેત્રીએ બોયફ્રેન્ડ સાથે કર્યુ બ્રેકઅપ,લખી ભાવૂક પોસ્ટ

મુંબઇ

ટીવી ઈન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસ પૂજા ગૌર  હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઘણાં સમયથી મિડિયા રિપોર્ટસમાં એવી અટકળો લગાવવામાં આવતી હતી કે તેના લોંગ ટર્મ બોયફ્રેન્ડ રાજસિંહ અરોડા સાથે તેનું બ્રેકઅપ થઈ ગયું છે. પણ હવે પૂજા ગૌરે જાતે જ આ સમાચારને સાચા ગણાવ્યા છે. આ માટે તેણે સોશ્યલ મિડિયા પર એક પોસ્ટ લખી છે. 

પોતાના બ્રેકઅપની વાત સાચી ગણાવતા પૂજાએ સ્પષ્ટ કર્યું કે તેને અને રાજે પોતાના સંબંધો તોડી નાખ્યા છે. પૂજાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક નોટ લખી છે જેમા તેણે વર્ષ 2020માં થયેલા ફેરફારોની વાત સાથે આ ખબરને પણ સાચી ગણાવી છે. પૂજાએ લખ્યું છે કે, '2020નું વર્ષ ઘણાં બદલાવનું વર્ષ રહ્યું. તેણે કહ્યું કે જે સારૂ છે તે એટલુ સારૂ નથી. ઘણાં મહિનાઓથી મારા અને રાજના સંબંધોને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. ઘણાં મુશ્કેલ નિર્ણયો લેવામાં સમય લાગતો હોય છે. એટલે જ આ વિશે વાત કરતા પહેલા હું થોડો સમય લેવા માંગતી હતી. અમે બન્નેએ અમારા રસ્તા અલગ કરી લીધા છે'. 

વધુમાં પૂજાએ લખ્યું છે કે, 'ભલે જીવન અમને અલગ-અલગ રસ્તાઓ પર લઈ જાય પણ અમારા વચ્ચે જે પ્રેમ અને સન્માન છે તે જીવનભર રહેશે. હું હંમેશા તેનું સારૂ ઈચ્છિશ કારણ કે તે મારા જીવનનો મહત્વનો હિસ્સો રહ્યો છે. અને હું હંમેશા તેની આભારી રહીશ. અમે હંમેશા સારા મિત્રો રહીશું અને તેમા કોઈ ફેરફાર નહી થાય. આ વિશે વાત કરવા માટે ઘણો સમય અને સાહસની જરૂર પડી. અને અત્યાર માટે હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે અમારી પ્રાયવસીનું સન્માન કરવા માટે તમારો આભાર.'

મન કી આવાજ, એક નયી ઉમ્મીદ, કિતની મહોબ્બત હૈ જેવી જાણીતી ટીવી સિરિયલ્સમાં પૂજાએ મુખ્ય ભૂમિકા ભજવી છે. 2014માં તેણે જાણીતા રીયાલીટી શો ખતરૌ કે ખિલાડીમાં પણ ભાગ લીધો હતો. જાણીતી ફિલ્મ કેદારનાથમાં તેણે સારાઅલી ખાનની બહેનની ભૂમિકા ભજવી હતી. તો રાજે પણ જાણીતી ટીવી સિરિયલ યે હૈ મહોબ્બતે અને જાણીતી ફિલ્મ ગબ્બર ઈઝ બેકમાં અભિનય આપ્યો છે. 2009થી પૂજા અને રાજ વચ્ચે સંબંધો હતા જેનો હવે અંત આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution