પોરબંદર: ભાજપ નેતાના ઘરે ફાયરિંગની ઘટનામાં પિસ્તોલ સપ્લાયર ઉત્તરપ્રદેશથી ઝડપાયો
18, ઓક્ટોબર 2020

પોરબંદર-

શહેરના કડીયા પ્લોટ વિસ્તારમાં ભાજપના નેતા અને નગરપાલિકાના પૂર્વ સભ્યના ઘર પર ફાયરિંગની ઘટના સામે આવી હતી. જેમાં પિસ્તોલ સપ્લાય કરનારા મુખ્ય આરોપીને SOGએ ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે.

શું છે સમગ્ર ઘટના?   પોરબંદરમાં 27 ઓગસ્ટે કડિયા પ્લોટમાં રહેતા ભાજપના નેતા અને નગરપાલિકાના પૂર્વ સભ્ય ભલા મૈયારીયાના ઘરે પોરબંદરના ખાપટ ગીતા નગરમાં રહેતા રાજુ રાણા ઓડેદરાએ પરવાના વગરની ગેરકાયદે પિસ્તોલમાંથી ફાયરિંગ કરી પ્રશાંત સિસોદિયા નામના યુવાનને ઈજા પહોંચાડી હતી. 

કઈ રીતે થઈ કાર્યવાહીઆ ગુનામાં આરોપી વિરૂદ્ધ ઊંડાણપૂર્વક તપાસ કરી પોલીસે હથિયાર સપ્લાય કરનારા શખ્શોને ઝડપી પાડવા સૂચના આપી હતી. આ ગુનાની તપાસ SOGને સોંપાતા PI કે.આઇ.જાડેજા તથા PSI એચ.સી.ગોહિલ દ્વારા આ ગુનાની તપાસ દરમિયાન રાજુ રાણા ઓડેદરાને હથિયાર આપનારા રમેશ ચના ઓડેદરાને હથિયારની સગવડ કરી આપનારો મૂળ ઓરિસ્સાનો અને હાલ અલંગ રહેતો બાસુદેવ ગોવિંદ નાહક, ગિરવાનસિંહ અજીતસિંહ રાઠોડની અટકાયત કરવામાં આવી હતી. 

પિસ્તોલ આપનારો આરોપી બાસુદેવએ રાજન ઉર્ફે રાજેશ રામનિવાસ ગોરખપુર ઉત્તર પ્રદેશવાળા પાસેથી લીધી હોવાનું જાણવા મળતા SOGની ટીમે ઉત્તર પ્રદેશ જઇ આરોપી રાજનને ઝડપી લઈ પોરબંદર લાવી આગળની તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution