લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, જુલાઈ 2026 |
1089
ચીનમાં ટાયફૂન ‘બાવી’ રવિવારે વેન્ઝોઉ શહેરમાં ત્રાટકવાની આશંકા છે. આ પહેલા ‘માયસેક’થી હેનાન પ્રાંતમાં ૯૦૦ ઝેરી સાપ છૂટ્યા હતા. તાઈવાન અને જાપાનમાં વિનાશ સર્જી, ચીન તરફ આગળ વધી રહેલા આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે. ચીનમાં ૮૮૭,૮૦૧ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
ટાયફૂન ‘બાવી’ રવિવારે ચીનના પૂર્વીય શહેર વેન્ઝોઉમાં લેન્ડફોલ કરે તેવી પ્રબળ આશંકા છે. આ પહેલા ચીન આ જ મહિનાની શરૂઆતમાં હેનાન પ્રાંતમાં ત્રાટકેલા વિનાશક ટાયફૂન ‘માયસેક’ની અસરોનો સામનો કરી રહ્યું છે. દક્ષિણ અને મધ્ય ચીનમાં અતિશય ખરાબ હવામાનને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૯ લોકોના મોત થયા છે. ડઝનબંધ નદીઓ જાેખમી સપાટી વટાવી ચૂકી છે, અને એક જળાશયનો ડેમ તૂટી ગયો છે.
ચીનના હેનાન પ્રાંતમાં ૩ જુલાઈના રોજ ત્રાટકેલા ટાયફૂન માયસેકની અસર હજુ પણ જાેવા મળી રહી છે. દક્ષિણના શહેર હેંગઝોઉમાં પૂરના પાણી ભરાઈ જવાને કારણે, ૬ જુલાઈના રોજ એક બ્રીડિંગ સેન્ટરમાંથી અંદાજે ૯૦૦ જેટલા ઝેરી અને ખતરનાક સાપ ભાગી છૂટ્યા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.