વડોદરા, તા. ૨૩

પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશ કુમાર મહોદયની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવતા સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. જાે કે વૈષ્ણવાચાર્ય ડાॅ.વાગીશકુમાર ે વૈષ્ણવાચાર્યશ્રીનું સ્વાસ્થ્ય સ્થિર હોવાનું જણાવી તમામ વૈષ્ણવોને શ્રી યમુનાષ્ટક પાઠ કરવા માટે અપીલ પણ કરી છે.

વૈષ્ણવોમાં સરકાર તરીકે ઓળખાતા પરમ પૂજ્ય ગોસ્વામી તૃતીય પિઠાધીશ્વર કાંકરોલી નરેશ વૃજેશકુમાર મહોદય ચાર વેદ , સંસ્કુત વ્યાકરણ સહિત પુષ્ટિમાર્ગમાં અત્યંત વિદ્વાન તરીકે જાણીતા છે તથા તેમણે કાંકરોલી પુષ્ટિમાર્ગ માટે ચારસો જેટલા સ્ત્રોતની રચના કરી છે. તેઓ રાજસ્થાની મ્યુરલ પેઈન્ટીંગના નિષ્ણાત છે. હાલમાં તેમના તાબા હેઠળ રાજ્સ્થાન સ્થિત કાંકરોલી મંદિર ઉપરાંત મથુરા , ગોકુળ , જતીપુરા , અદાવાદના રાયપુરનું , આંણદનું તેમજ વડોદરા ખાતે આવેલ બેઠક મંદિર અને સુખધામ હવેલી સહિતના ૧૩૨ જેટલાં મંદિર તેમના તાબા હેઠળ છે.

વૈષ્ણવાચાર્ય પ.પૂ. ડો. વાગીશકુમાર તથા વૈષ્ણવાચાર્ય પ.પૂ. દ્વારકેશલાલજી ના પિતાશ્રી તથા ૮૪ વર્ષની વય ધરાવતા પૂ. વૃજેશકુમાર મહોદયજી ની તબિયત નાદુરસ્ત હોવાથી સમગ્ર વૈષ્ણવ સંપ્રદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તમામ વૈષ્ણવો વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમાર મહોદયશ્રીની તબિયતમાં જલ્દીથી સુધારો આવે તે માટે દ્વારકાધીશ પ્રભુ અને યમુનાજી નો યમુનાષ્ટકમ પાઠનું સ્મરણ કરીને પ્રાર્થના કરી રહ્યા છે. ચિંતિત વૈષ્ણવ સંપ્રદાયના લોકોને પૂ.વ્રજેશકુમાર મહોેદયની તબિયત વિશે ડાॅ.વાગીશકુમારજી દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, “છેલ્લા સાત – આઠ દિવસથી પૂજ્યશ્રીની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરતું સારવાર મળતા તેમની નાજુક તબિયતમાં સુધારો આવ્યો છે અને હવે તેમની સ્થિતી સ્ટેબલ બની છે.” તેમ જણાવ્યું હતું.