તિરુવનંતપુરમ્‌,તા.૩

કેરાલામાં એક ગર્ભવતી હાથણીને વિસ્ફટકો ભરેલુ પાઈનેપલ ખવડાવીને તેનુ મોત નીપજાવવામાં આવ્યુ હોવાનો કિસ્સો સામે આવ્યા બાદ આખો દેશ હચમચી ગયો છે. 

આ કિસ્સો સોશ્યલ મીડિયા પર પણ એટલો જ વાયરલ થઈ રહ્યો છે.લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, કોઈ આટલુ બેરહેમ અને જંગલી કેવી રીતે બની શકે...આપણે ખરેખર માણસ કહેવડાવાને લાયક છે ખરા...

કેરાલાના મલ્લાપુરમના એક ફોરેસ્ટ ઓફિસરે સોશ્યલ મીડિયા પર આ દર્દનાક કિસ્સાને સૌથી પહેલા વાચા આપી હતી.જંગલમાં રહેતી હાથણી ખોરાકની શોધમાં નજીકના ગામમાં પહોંચી ગઈ હતી.રસ્તા પર ભટકતી વખતે આ ગર્ભવતી હાથણીને કેટલાક નરપિશાચોએ ફટાકડા ભરેલુ પાઈનેપલ ખવડાવ્યુ હતુ.માણસો પર વિશ્વાસ રાખવાની ભૂલ કરનાર આ મૂંગા પ્રાણીએ જેવુ પાઈનપલ ખાવાનુ શરુ કર્યુ કે તરત અંદરના ફટાકડા ફાટતા તેના મોઢા અને સૂંઢમાં ભારે ઈજાઓ થઈ હતી.

ગર્ભવતી હાથણી ઈજાથી પરેશાન થઈને દર્દથી ચિસો પાડતી ભટકતી રહી હતી.જાકે આમ છતા તેણે કોઈને નુકસાન પહોંચાડ્યુ નહોતુ.આખરે નજીકના વેÂલ્લયાર નદીના પાણીમાં દર્દથી છુટકારો મેળવવા માટે ઉભી રહી ગઈ હતી.

ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને આ વાતની ખબર પડી ત્યારે તેઓ બે હાથીઓને નદી સુધી લઈ ગયા હતા.જેમને જાઈને કદાચ હાથણી બહાર આવે.જાકે આ હાથણી આમ છતા બહાર આવી નહોતી. ૨૭ મેના રોજ સાંજે ચાર વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.તેની સાથે તેના પેટમાં આકાર લઈ રહેલા એક નાના જીવનુ પણ મોત થયું હતુ. નદીમાં ઉભી રહેલી આ લાચાર હાથણીના ફોટા સાથે લોકો સોશ્યલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.