સગર્ભા મહિલાઓ પણ લઇ શકશે કોરોના વેક્સિન, આરોગ્ય મંત્રાલયે આપી મંજૂરી

દિલ્હી-

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ તાજેતરના અભ્યાસના પરિણામો જાહેર કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે બીજી લહેરમાં ગર્ભવતી મહિલાઓ અને તાજેતરમાં જ બાળકને જન્મ આપી ચુકેલી મહિલાઓ પર સૌથી વધુ પ્રભાવ પાડ્યો છે. ગંભીર લક્ષણો વાળા કેસ અને મૃત્યુદર પણ પહેલી લહેર કરતા બીજી લહેરમાં વધુ જોવા મળ્યા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થાના તમામ તબક્કે વેક્સિન લઇ શકે છે. ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા માટે ઓપરેશનલ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જેમાં મેડિકલ ઓફિસર્સ અને FLWs માટે કાઉન્સિલિંગ કીટ અને સામાન્ય લોકોને આપવામાં આવતી IEC મટીરીયલ વગેરે તમામ રાજ્યોમાં પુરા પાડવાં આવ્યા છે. કોરોના સંક્રમણ રોકવા માટે વેક્સિનેશન કરાવવું ઘણું જ જરૂરી અને મહત્વનું છે. એવામાં વધુ એક સારા સમાચાર આવ્યા છે કે હવે સગર્ભા મહિલાઓ પણ કોરોના વેક્સિન લઇ શકશે. આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા સંબંધી નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓફ કોમ્યુનિકેશન ને પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution