દિલ્હી-

ચીનના જે શહેરમાંથી સમગ્ર દુનિયામાં કહેર મચાવનાર કોરોના વાઈરસની શરૂઆત થઈ હતી તે વુહાન શહેરમાં હવે એક વાર ફરી સ્કુલ ખોલવાની તૈયારી થઈ રહી છે. સ્કુલ કોલેજ ખોલવાને લઈને સ્થાનિક અધિકારીઓએ કહ્યુ કે વુહાન પોતાના તમામ સ્કુલ અને કિંડરગાર્ટનને ફરીથી ખોલી દેશે. સ્થાનિક સરકારે આની જાહેરાત કરી. વુહાનના 2,842 શૈક્ષણિક સંસ્થાન લગભગ 1.4 મિલિયન વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલવા માટે તૈયાર છે. વુહાન યુનિવર્સિટી સોમવારે ફરીથી ખુલી ગઈ.

અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે ઓનલાઈન શિક્ષણ પર પાછા ફરવા માટે આપાતકાલીન યોજનાઓને તૈયાર કરવામાં આવી છે જેથી જોખમનું સ્તર બદલવામાં આવે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્કુલની બહાર જઈને માસ્ક પહેરે અને જો સંભવ હોય તો સાર્વજનિક પરિવહનથી બચે.