યુએસ સુપ્રીમની રોક છતાં નવા ટૅરિફ માટે તૈયારી : ભારત સહિત ૬૦ દેશ રડાર પર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026  |   4455

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પોતાની ટૅરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી ૨૦૨૬માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા ટૅરિફને ગેરબંધારણીય ગણાવી રદ કર્યા હતા.

 કોર્ટના મતે ટ્રમ્પે ૧૯૭૭ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઈકોનોમિક પાવર્સ ઍક્ટનો દુરુપયોગ કરીને ડબલ ડિજિટમાં ટૅરિફ લગાવ્યા હતા. આ ચુકાદાને કારણે અમેરિકન તિજાેરીમાં જમા થયેલા ૧૬૬ બિલિયન ડૉલર હવે આયાતકારોને પરત કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જાેકે, આ આંચકા છતાં ટ્રમ્પે તુરંત જ ૧૫૦ દિવસ માટે ૧૦ ટકા ટેમ્પરરી ટૅરિફ લાગુ કરી દીધો હતો, જેની અવધિ ૨૪ જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે.હવે ટ્રમ્પ પ્રશાસન નવી કાયમી ટૅરિફ પોલિસી લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ યુએસ ઈકોનોમીને વિદેશી સ્પર્ધાથી બચાવવાનો અને સરકારી આવક જાળવી રાખવાનો છે. આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ દ્વારા બે મોટી તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જાે કોઈ દેશ ‘અયોગ્ય’ કે ‘ભેદભાવપૂર્ણ’ વેપાર નીતિ અપનાવશે, તો તેના પર ટ્રેડ ઍક્ટ-૧૯૭૪ના સેક્શન ૩૦૧ હેઠળ કાયમી ટૅરિફ લાદવામાં આવશે. આ નવી નીતિનો સીધો બોજ આયાતકારો પર પડશે, જે અંતે મોંઘવારી સ્વરૂપે સામાન્ય જનતાએ ભોગવવો પડી શકે છે.

હાલમાં અમેરિકા દ્વારા બે અત્યંત મહત્ત્વની તપાસ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત પ્રથમ તપાસ ૬૦ દેશોમાં થતી ‘જબરન મજૂરી’પર છે,

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution