નર્મદા-

કેવડિયા ખાતે આગામી 31 મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી ની ઉપસ્થિત માં રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાશે જે અનુસંધાને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઇ છે વડાપ્રધાન કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ ના વિવિધ આકર્ષણો નું લોકાર્પણ કરનાર છે ત્યારે નવનિર્મિત ગોરા પુલ ને લાઇટિંગ કરી સજાવવામાં આવ્યો છે .

ગોરા થી કેવડીયાને જોડતો જૂનો ડુબા ડૂબ પુલ વચ્ચે થી તોડી નાખવામાં આવ્યો છે કેમકે કેવડિયા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લગભગ 6 કી. મી સુધી પ્રવાસીઓ માટે ક્રુઝ બોટ દ્વારા જળ માર્ગે સફર નું આયોજન પણ કરાયું છે ત્યારે તમામ વિસ્તાર ને સજાવવામાં આવશે હાલ નવનિર્મિત ગોરા પુલ ને લાઇટિંગ કરી આકર્ષિત ડિઝાઇન માં સાજવાયો છે જે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે