24, ફેબ્રુઆરી 2021
2673 |
કાઠમાંડુ-
નેપાળના શાસક સામ્યવાદી પક્ષની અંદર ચાલી રહેલી ભારે ખેંચતાણ બાદ પ્રમુખ કે પી ઓલી અને વડાપ્રધાન પી કે દહલ પ્રચંડ દ્વારા આશરે બે મહિના પહેલા ચૂંટાયેલી સરકારની સંસદને બરખાસ્ત કરીને વહેલી ચૂંટણી યોજવા આદેશ આપી દેવાયો હતો. જો કે, આ નિર્ણયને મોટો ફટકો પડ્યો છે અને નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, સંસદને ફરી કાર્યરત કરાય. પોતાના વ્યક્તિગત સંઘર્ષને પગલે ઓલીએ શાસક ડાબેરી પક્ષના સભ્યોના અસંતોષને આગળ કરીને વડાપ્રધાન પી કે દહલ પ્રચંડની સરકારને બરખાસ્ત કરી નાંખી હતી.
નેપાળમાં આવી કટોકટી બાદ ત્યાંની સંસદના કેટલાક નેતાઓએ ભારતની મદદ પણ માંગી હતી જે અંતર્ગત નેપાળના વિદેશપ્રધાન પ્રદિપ ગ્યાવલીએ ભારતની મુલાકાત લીધી હતી. જો કે, ચીનથી વિપરીતપણે ભારતે આ બાબતને નેપાળની આંતરીક બાબત ગણીને તેમાં કોઈ હસ્તક્ષેપ નહોતો કર્યો. તેને પગલે મંગળવારની ઘટના પર પણ ભારતે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. વડા જસ્ટીસ ચોલેરા શમશેરના અધ્યક્ષસ્થાને મળેલી પાંચ સભ્યોની કમિટીએ 275 સાંસદો ધરાવતા નેપાળના નીચલા ગૃહને બરખાસ્ત કરવાના નિર્ણયને માન્યતા નહોતી આપી અને સરકાર કાર્યરત કરવા આદેશ આપ્યો હતો.