વડોદરા-

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજી ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિદજીનું વડોદરા એરપોર્ટ ખાતે ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રોટોકોલ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર શ્રીમતી જીગિષાબેન શેઠ ,મેજર જનરલ બિક્રમદેવ સિંહ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર શ્રી આર.બી બ્રહ્મભટ્ટે આવકાર્યા હતા. ત્યારબાદ તેઓ તુરંત જ હવાઈ માર્ગે કેવડીયા જવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ કેવડિયામાં ૮૦ મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ ના શુભારંભ માટે ગુજરાતના મહેમાન બન્યા છે.

લોકસભાના અધ્યક્ષ અને દેશના તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સ પણ બે દિવસય કોન્ફરન્સમાં હાજર રહેશે. રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આ કાર્યક્રમમાં આવવાના છે. પ્રથમ વખત જાહેર કાર્યક્રમમા રાષ્ટ્પતિ રામનાથ કોવિદ હાજર રહેશે. આ સાથે આવતી કાલે સમાપન સમારોહમાં PM મોદી પણ વર્ચ્યુઅલ માધ્યમથી કોંફરન્સમા સંબોધન કરશે. આ કાર્યક્રમને લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વિવિધ 37 જેટલી ટીમો બનાવી તમામ મહેમાનોની સુરક્ષા સાથે લાયઝન આધિકારીઓની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. જે અધિકારીઓની સાથે રહીને તમામ બાબતોનું ધ્યાન રાખશે. બાકીની તમામ સુવિધાઓ પ્રવાસન વિભાગ દ્વારા નર્મદા ટેન્ટ સીટી -2 ખાતે કરવામાં આવી છે.