લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, માર્ચ 2026 |
2574
નવી દિલ્હી:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. આવનારા સમયમાં ૪ સેક્ટરમાં ભારે મોંઘવારી જાેવા મળશે તેવો રાહુલ ગાંધીએ દાવો છે. આ સાથે જ તેમણે શેરબજારને લઈને પણ ભવિષ્યવાણી કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકાર પાસે ન તો કોઈ દિશા છે કે ન તો કોઈ વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી જ છે. સરકાર ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં પણ વધારો કરશે. તેમણે ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટમાં વધતી જતી મોંઘવારી તરફ પણ ઈશારો કર્યો છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, ડોલર સામે રૂપિયાનું નબળું પડીને ૧૦૦ તરફ વધવું અને ઇન્ડસ્ટ્રિયલ ફ્યુઅલની કિંમતોમાં તીવ્ર વધારો, આ માત્ર આંકડા નથી, પરંતુ આવનારી મોંઘવારીના સ્પષ્ટ સંકેતો છે. સરકાર ભલે તેને ‘નોર્મલ’ ગણાવે, પરંતુ હકીકત એ છે કે...
રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો કે, દરેક પરિવારના ખિસ્સા પર તેની સીધી અને ઊંડી અસર પડવી નક્કી છે. અને આ માત્ર સમયની વાત છે. ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની કિંમતો પણ વધારી દેવામાં આવશે. મોદી સરકાર પાસે ન દિશા છે, ન વ્યૂહનીતિ, માત્ર નિવેદનબાજી છે. સવાલ એ નથી કે સરકાર શું કહી રહી છે, સવાલ એ છે કે તમારી થાળીમાં શું બચ્યું છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે : રઘુરામ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે. ભારતીય રિઝર્વ બૅંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને એક ગંભીર ચેતવણી આપી છે. જેણે ભારત સહિત વિશ્વભરના દેશોની ઊંઘ ઉડાવી દીધી છે. એક ઇન્ટરવ્યૂમાં રઘુરામ રાજને જણાવ્યું કે, જાે આ યુદ્ધ એક મહિનાથી વધુ સમય સુધી ચાલ્યું, તો પરિણામો અત્યંત ભયાનક હોઈ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ ૧૫૦ ડૉલરથી વધીને ૨૦૦ ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગો પર હુમલાના ડરથી ઓઇલના જહાજાે ફસાયેલા છે. હાલમાં જ વિશ્વનો ૧૫-૨૦% એનર્જી સપ્લાય ખોરવાઈ ચૂક્યો છે. જાે સપ્લાયમાં વધુ ઘટાડો થશે, તો તેની માંગ ઘટાડવા માટે ‘ડિમાન્ડ ડિસ્ટ્રક્શન’ કરવું પડશે, જે વિશ્વને ગંભીર આર્થિક મંદી તરફ ધકેલી દેશે.