જૂનાગઢ જિલ્લાનું ગૌરવ: ગુજરાતી યુવતીઓની ઈઝરાઈલ આર્મીમાં થઈ પસંદગી

જૂનાગઢ

માણાવદર તાલુકાના કોઠડી ગામના જીવાભાઇ ભાઈ અને સરદાર ભાઈ મૂળિયાશિયાની બે પુત્રીઓએ ઈઝરાઈલઆર્મીમાં પસંદગી પામીને કોઠડી ગામની સાથે જૂનાગઢ જિલ્લાનું પણ ગૌરવ વધારયુ છે. ઇઝરાઇલ આર્મીમાં જોડાયેલી નિશા મુડીયાસિયા ઈઝરાઈલ આર્મીમાં સામેલ થનાર પ્રથમ ગુજરાતી મહિલા હોવાનું ગર્વ પણ મેળવી જાય છે ત્યારે તેની પિતરાઈ બહેન રિયા આગામી દિવસોમાં તાલિમ પૂર્ણ કરીને ઈઝરાઈલ આર્મીમાં વિધિવત રીતે જોડાઈ જશે. ત્યારે એક સાથે બે બહેનો અને તે પણ ગુજરાતી ઈઝરાઈલ આર્મીમાં હોવાનુ ગર્વ જુનાગઢ જિલ્લો લઈ રહ્યો છે.

મૂળ ગુજરાતી પરિવારની અને હાલ ઈઝરાઈલના તેલ અવિવ વિસ્તારમાં રહેતી મુળીયાસિયા પરીવારની 2 યુવતીઓ ઈઝરાઈલ આર્મીમાં પસંદગી પામતા જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કોટડી ગામમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જીવાભાઈની પુત્રી નિશા હાલ આર્મીમાં સૈનિક તરીકે કામ કરી રહી છે. જ્યારે સવદાસભાઇ પુત્રી રિયા આર્મીમાં તાલીમ લઈ રહી છે. જે આગામી દિવસોમાં ઈઝરાઈલ આર્મીમાં સૈનિક તરીકે સેવા બજાવતી જોવા મળશે.

30 વર્ષ પૂર્વે મુળિયાસિયા ભાઈનો સમગ્ર પરિવાર ઇઝરાઇલના તેલ અવિવ વિસ્તારમાં વેપારને લઈને સ્થાયી થયો હતો. આ વિસ્તારમાં બન્ને ભાઈઓ કરિયાણાના વેપારી સાથે જોડાયેલા છે અને તેમનું નામ ઈઝરાઈલમાં ખૂબ મોટા ગજાના કરીયાણાના વેપારી તરીકે પણ બોલાઇ રહ્યું છે. ત્યારે નિશા અને રિયા બંને પુત્રીના જન્મ પણ ઈઝરાઈલમાં થયા છે. ઈઝરાઈલના પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમના પ્રતિનિધિ મંડળમાં પણ મૂળિયાસિયા ભાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ઇઝરાયઈલ આર્મીમાં શામેલ થવા માટે કોઈપણ વ્યક્તિનું જન્મથી ઇઝરાઈલનું હોવું ફરજીયાત છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution