દિલ્હી-

લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે મોદી સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બુધવારે સાંજે પાંચ વાગ્યે આ બેઠક યોજાઈ શકે છે, જેમાં અનેક રાજકીય પક્ષોના નેતાઓ સામેલ થશે. ચીન સાથેના વિવાદ અંગે લોકસભામાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આપેલા નિવેદન બાદ આ બેઠક મળી રહી છે.

સંસદ સત્રમાં સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, પરંતુ વિપક્ષ દ્વારા આ સમગ્ર વિવાદની વિગતવાર વાત કરવામાં આવી રહી છે. જેના માટે કોંગ્રેસે પણ લોકસભામાં વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ હવે સરકાર દ્વારા ચર્ચા માટે આ બેઠક બોલાવવા ભાર મૂકવામાં આવ્યો છે. જ્યારે ચોમાસુ સત્ર શરૂ થયું અને પ્રશ્નાવલિ રદ કરવામાં આવી. તે પછી પણ કોંગ્રેસ, ટીએમસી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર ચાઇનાના મુદ્દે સરકાર ભાગી રહી છેનો આક્ષેપ કર્યો હતો.

લોકસભામાં રાજનાથસિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે લદ્દાખની સ્થિતિ ગંભીર છે અને ચીન એલએસીની હાલની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. એપ્રિલથી અત્યાર સુધીની તમામ માહિતી આપતા રાજનાથે કહ્યું કે અમે આ વિવાદને વાટાઘાટ દ્વારા હલ કરવા માંગીએ છીએ પરંતુ જો પરિસ્થિતિ બદલાય તો ભારતીય સૈન્ય તૈયાર છે.