14, ફેબ્રુઆરી 2021
693 |
ચેન્નેઇ-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમની ચેન્નઈ મુલાકાત પર હતા. અહીં તમિલનાડુ સરકારના એક કાર્યક્રમમાં તેમણે રાજ્ય માટેની અનેક યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે અત્યાધુનિક સ્વદેશી અર્જુન મેઈન બેટલ ટેન્કને આર્મીને સોંપી પણ આ સિવાય તેમણે એક રસપ્રદ તસવીર પણ શેર કરી. તેણે ચેન્નાઇમાં ચાલી રહેલી ભારત-ઇંગ્લેંડ ટેસ્ટ મેચનો એરીયલ શોર્ટ શેર કર્યો.
આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમવામાં આવી રહી છે. મેચ સ્ટેડિયમમાં મેચ રમાઇ રહી હતી, આ દરમિયાન વડાપ્રધાનની ફ્લાઇટ સ્ટેડિયમની નજીકથી ગઇ હતી. પીએમએ આ દરમિયાન એક ફોટો લીધો અને તેને ટ્વિટર પર શેર કર્યો. ફોટોમાં જોઇ શકાય છે કે સ્ટેડિયમમાં મેચ ચાલી રહી છે અને સ્ટેડિયમમાં દર્શકો હાજર છે. પીએમએ લખ્યું, 'ચેન્નઈમાં ચાલી રહેલ રસિક મેચનું એક રસપ્રદ દૃશ્ય જોવા મળ્યું.'