પ્રિયંકા ચોપડા અમેરિકન લૉન્ઝરી બ્રાન્ડ વિક્ટોરિયા સિક્રેટ સાથે જોડાઇ, 2022ના ફેશન શોમાં નજરે પડશે

 ન્યૂ દિલ્હી

અમેરિકન લૉન્ઝરી બ્રાન્ડ વિક્ટોરિયાના સિક્રેટે બૉલિવૂડ અને હૉલીવુડની અભિનેતા પ્રિયંકા ચોપરા જોનસ તેના નવા બ્રાન્ડ રિપ્રેઝેન્ટેટિવ તરીકે પર સાઇન કર્યા છે. એકવાર ફરી પ્રિયંકા ચોપરા પોતાના ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ માટે સમાચારોમાં રહે છે. વિક્ટોરિયાના સિક્રેટમાં હવે પ્રિયંકા ચોપડા નજર આવાની છે.

વિક્ટોરિયા સિક્રેટ સોશલ મીડિયા પર આ અભિયાનને લગતી એક પોસ્ટ શેર કરી છે, જેમાં તમામ બ્રાન્ડ્‌સને રિપ્રેઝેન્ટેટિવ જોવા મળી રહ્યા છે. બ્રાન્ડે આ અભિયાનનું નામ વીએસ કલેકટીવ રાખ્યું છે. વિક્ટોરિયા સિક્રેટે પોસ્ટમાં કહ્યું છે કે આ બધા પાર્ટનર તેમની યૂનિક બેકગ્રાઉન્ડ, રુચિઓ અને જુસ્સા સાથેના ક્રાંતિકારી પ્રોડક્ટ કલેક્શન, સમ્મોહક અને પ્રેરક કૉન્ટેન્ટને લઇને કાર્યક્રમોમાં અમારું સપૉર્ટ કર્યું છે.

વિક્ટોરિયા સિક્રેટે ૨૦૨૨ માં તેના ફેશન શોની ફરીથી યોજના શરૂ કરી દીધી છે. પરંતુ આ વખતે તે અલગ રીતે કરવામાં આવશે. પ્રિયંકા ચોપડાના કામ વિશે વાત કરીએ તો તે હાલમાં રુસો બ્રધર્સ દ્વારા ડાયરેક્શનમાં બની ફિલ્મ સિટાડેલમાં કામ કરી રહી છે. આ સિવાય તે મેટ્રિક્સ ૪, ટેક્સ્ટ ફૉર યુ જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. પ્રિયંકા ચોપડા છેલ્લે વખત ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરમાં જોવા મળી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution