22, જુલાઈ 2020
2277 |
અભિનેત્રી પ્રિયંકા ચોપડા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા કરવા જઈ રહી છે. અભિનેત્રીએ બોલીવુડથી લઈને હોલીવુડ સુધીની શાનદાર સફર ખેડી છે. દેશી ગર્લથી લઈને એક ગ્લોબલ આઇકન સુધી તેની સફર બેમિસાલ રહી ચછે. તેવામાં હવે પ્રિયંકા પણ પોતાની સફરને કંઇક ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરવા જઈ રહી છે.
પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં પ્રિયંકા કહી રહી છે કે આ ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષ પૂરા થવા પર તે હવે પોતાના કરિયરની 20 મોટી ક્ષણ અથવા તે પળને યાદ કરવા જઈ રહી છે જેની તેની જિંદગી પર ખુબ ઊંડી અસર પડી છે. તે આ વર્ષ દરમિયાન તે પ્રક્રિયાને જારી રાખવા જઈ રહી છે. આ વીડિયોની સાથે પ્રિયંકાએ લોકોને એક ખાસ સંદેશ પણ આપ્યો છે.