જૂનાગઢ,તા.૨૩ 

જૂનાગઢમાં વકીલોએ વેલ્ફેર ફંડમાંથી પૈસા આપવાની માંગ સાથે ફ્રુટની લારી કાઢી વિરોધ કર્યો છે. વકીલોએ આજે ચીકુ, રાવણા અને કેળા વેંચી વિરોધ નોંધાવ્યો છે. આ વિરોધમાં જૂનાગઢનાં વકીલો જાડાયા હતાં. વકીલોની માંગ છે તેઓને વેલ્ફેર ફંડમાંથી પૈસા આપવામાં આવે. જેથી વકીલો કોઈ ધંધો કે અન્ય વ્યવસાય કરી શકે.

એડવોકેટ જયદેવભાઇ જાષીએ જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલના સભ્ય એવા કોઇ ધારાશાસ્ત્રીનું મૃત્યું થાય તો તેના વારસદારોને વેલ્ફર ફંડમાંથી ૩.૫૦ લાખ આપવામાં આવે છે. દરમિયાન હાલ લોક ડાઉનના કારણે છેલ્લા ૩ મહિનાથી પ્રેકટિસ બંધ હોય વકીલો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. વળી, સનદ ધરાવતા વકીલો અન્ય વ્યવસાય પણ કરી શકતા ન હોય ત્યારે વકીલોને વેલ્ફેર ફંડમાંથી ૫૦ હજાર આપવા માંગ કરાઇ હતી. જા કે, બાર કાઉન્સીલે આ માંગ ઠુકરાવી નાણાં આપવાની ઘસીને ના પાડી દીધી છે. એટલું જ નહીં અન્ય વ્યવસાય કરવાની છૂટ આપી છે! બાર કાઉન્સીલ માતૃસંસ્થા છે તે આંસુ લૂછી ન શકે તો કંઇ નહીં પરંતુ વકીલોની મજાક તો ન ઉડાવે તે જરૂરી છે. ત્યારે બાર કાઉન્સીલના આ નિર્ણયનો નવતર વિરોધ કરવા જૂનાગઢના વકીલો ફ્રૂટની લારી કાઢી કેળાં, ચિકુ, રાવણા,ત્રોફા વગેરેનું વેંચાણ કરી વિરોધ કરી રહ્યા છે.