22, ડિસેમ્બર 2022
1188 |
વડોદરા, તા. ૨૧
ભાયલીમાં દલિત યુવકને તાલીબાની સજા આપવા બદલ ક્ષત્રિય યુવકો દ્વારા દલિત યુવકને માર મારતા ઇજાગ્રસત થયેલ યુવકને ટાંકા આવ્યા હતા જેના બનાવમાં આજ રોજ મોટી સંખ્યામાં ભાયલી ગામમાં દલિત સમાજ ભેગો થયો હતો અને તાલીબાની સજા આપનારને કડકમાં કડક સજા થાઇ તેવી માંગ સાથે પોલીસ વડાને સમાજના લોકોનુ આવેદન પત્ર આપાયુ.
જય હો રાજપુતાના નામથી સોશિયલ મિડીયા પર વાઇરલ વિડીયોમાં જાે અમારા લાઇવ વિડિયોમાં ખરાબ કોમેન્ટકરે તો તેની આવી હાલત થાય એવુ લખવામાં આવ્યુ હતુ. દલિત યુવકને પાંચ જેટલા શખ્સો ટ્રાફિકથી ધમધમતા રોડ પર પટ્ટાઓ અને દંડા વડે પણ માર માર્યો હતો અને માર મારવાનો વિડીયો પણ વાઇરલ કર્યો હતો જયારે માર મારતા વિડીયોમાં દલિત સમાજનો યુવક તેમની આજીજી કરી હાથ જાેડતો હતો અને નહિ મારવા માટે તે વિનંતી કરતો નજરે પડી રહ્યો છે છતા પણ હુમલાખોરો દ્વારા તેને રોડ પર માર મારતા ડિવાઇડર સુધી સુવડાવીને પણ ઢોર મારી રહ્યા છે. દલિત યુવકને જે સમયે શખ્સો માર મારી રહ્યા હતા ત્યારે રોડ પર વાહન વ્યવહાર ચાલુ હોવા છતા પણ કોઇ વાહન ચાલક વચ્ચે પડીને તે દલિત યુવકને બચાવતા નથી. અંતે દલિત યુવક લોહી લુહાણ થતા રાજપૂત યુવકો ભાગી છુટે છે
આ બનાવની સમગ્ર ઘટનાના પડઘા આજ રોજ દલિત સમાજમાં પડયા હતા. આજે ભાયલી ગામમાં મોટી સંખ્યામાં દલિત સમાજ એકઠો થયો હતો અને વિરોઘ દર્શાવ્યો હતો. ભાયલી એકઠા થયેલા દલિત સમાજના આગેવાનો અને ઢોર માર ખાનાર અલ્પેશ વણકર સહિત દલિત સમાજના યુવાવો ભેગા થઇને તાલુકા પોલીસ સ્ટેશને ગયા હતા અને આવો ઢોર માર મારનારને કડકમાં કડક સજા થાઇ તેવી માંગ કરી આવેદન આપ્યુ હતુ.