વડોદરા, તા.૧૧

દિવાળીપુરા સ્થિત આવેલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વકીલોએ કોર્ટ કાર્યવાહી નો બહિષ્કાર કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરાની કોર્ટમાં વકીલાત કરતા વકીલોને છેલ્લા કેટલાક સમયથી કોર્ટ કાર્યવાહીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુશ્કેલીઓનું સમાધાન લાવવા માટે અનેક વાર રજૂઆત પણ કરવાંંં આવી છે. તેમજ લેખિત માં પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં યોગ્ય રીતે પ્રશ્નો તેમજ મુશ્કેલીઓનું નિરાકરણ ન આવતા વડોદરા વકીલ મંડળના નેતૃત્વ હેઠળ અચોક્કસ મુદત ની કોર્ટ કાર્યવાહી બહિષ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેથી લકીલ મંડળના તમામ સભ્યો દ્વારા દિવાળીપુરા ખાતે આવેલ કોર્ટના મુખ્ય દરવાજા પાસે ઉભા રહીને ઉગ્ર સુત્રોચ્ચાર કર્યા હતા.