/
રાજ્યમાં પૂરવઠા વિભાગના દુકાનદારોએ સમસ્યાઓ નહીં ઉકલે તો શેની ચિમકી ઉચ્ચારી

અમદાવાદ-

ગુજરાતમાં ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માગણીઓ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.નરેન્દ્ર મોદીના ભાઈએ પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરીને તેમની આવકના સ્ત્રોતની તપાસ કરવાની માગણી કરી છે. તેમજ તેમણે કહ્યું કે, મોર ખાય, ચોર ખાય, મસલ્સ પાવર ખાય, પોલીસ ખાય, અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે. આ પાછળ રેશનિંગ દુકાનદારોનું કહેવા મુજબ, તેમને પગાર આપ્યા વિના ટીડીએસ કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં દુકાનદારોની પડતર માગણીઓને જાે પુરવઠા વિભાગ પૂરી નહીં કરે તો તેમણે લડત આપવાની હાકલ કરી છે.

ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશના પ્રમુખ પ્રહલાદ મોદીએ રેશનદુકાન દારો ને વગર પગારે ટીડીએસ કાપી લેતા સરકાર ને આપી ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું કે, દુઃખના સાથે ગુજરાતના વેપારીઓની વેદના રજૂ કરવાની જરૂરત ઊભી થઈ. રેશનિંગના દુકાનદારોએ કોરોના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કર્યું. કોરોનાની ભયંકરતા છતાં રેશનિંગ દુકાનદારોએ ગુજરાતની આબરું સાચવવાનો પ્રયાસ કર્યો. જે બદલ અમને મુખ્યમંત્રી, અધિકારીઓ તરફથી અભિનંદન મળ્યા. આટલી મહેનત કરવા છતાં બજેટમાં અમને એક રૂપિયો પણ ફાળવાયો નથી. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું- ઘણા દુકાનદારો બેહાલ છે અને તેમની પાસે પૈસા નથી. મા વાત્સલ્ય કાર્ડ માગીએ તો પણ આપતા નથી.

આવી પરિસ્થિતિમાં અમારે ગુજરાત સરકારને ના છૂટકે કહેવું પડે છે, કે જાે તમે અમારા પડતર પ્રશ્નો વિશે વિચાર નહીં કરો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા વિશે વિચારવું પડશે અને જેની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રહેશે. કોઈ રાગ દ્વેષ જેવું લાગી રહ્યું છે. વ્યાજબી ભાવના દુકાનદારો સાથે આટલો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? કોરોનામાં ૩૫-૩૬ દુકાનદારો ગુજરી ગયા. તેમના માટે સરકારે ૨૫ જાહેર કર્યા પરંતુ આપવાની તૈયારી દેખાતી નથી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution