ઘરના મુખ્ય દ્વાર પર લગાવો કાળા ઘોડાની નાળ, ચારેય તરફથી આવશે પૈસા અને મળશે આવા લાભ

વાસ્તુ પ્રમાણે ઘોડાની નાળને ખૂબ જ લકી માનવામાં આવે છે. ઘણા હિન્દુ ઘરોમાં ઘોડાની નાળ લટકતી જોવા મળે છે. એવુ માનવામાં આવે છે કે ઘોડાની નાળ પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવે છે. ઘર કે વ્યવસાયના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ બહુ જ અસરકારક સાબિત થાય છે. ચાલો જાણીએ કાળા ઘોડાની નાળ મુખ્ય દ્વારા પર લગાવવાથી કેવા શુભ ફાયદા મળશે.

ઘરમાં સારા સ્વાસ્થ્ય, શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ રહે એના મટે ઘરમાં ઘોડાની નાળ સ્થાપિત કરો.

ઘોડાની નાળને એક કાળા કપડામાં વીંટાળીને સ્ટોર રૂમમાં કે અનાજ જ્યાં મૂકતા હોવ ત્યાં મુકી દો. જો આમ કરશો તો તમારા ઘરે અન્નના ભંડાર ક્યારેય નહિં ખૂટે.

ઘોડાની નાળ U આકારમાં લગાવવી જોઈએ. નાળ ઘરના દરવાજાની ઉપર લગાવવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત ઘોડાની નાળ ખરાબ શક્તિઓથી પણ રક્ષણ કરે છે.

દુકાન પર ઘોડાની નાળને એવા સ્થાન પર લગાડો જ્યાંથી બધાં આવતા-જતા તેને જુએ. આનાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને આવકમાં વધારો થાય છે.

તિજોરીમાં મૂકવાથી તમારે ત્યાં ધનની રેલમછેલ રહે છે. તિજોરીમાં ઘોડાની નાળ શનિવારે જ મૂકવી જોઈએ.

ઘોડાની નાળના લોખંડમાંથી બનેલી વીંટીને તમારી વચલી આંગળીએ પહેરો. આમ કરવાથી તમને શનિની સાડાસાતી કે મહાદશામાં રાહત મળશે.

એવું કહેવાય છે કે, નવા વર્ષના દિવસે તકિયા નીચે ઘોડાની નાળ મૂકીને સૂઈ જવાનો રિવાજ છે. આમ કરવાથી વ્યક્તિનું નવુ વર્ષ સારુ જાય છે અને નસીબ તેનો હંમેશા સાથ આપે છે.

શનિ દેવને ખુશ કર્યા બાદ તેમના આશીર્વાદ લેવા માટે કાળા ઘોડાની નાળ તમારા ઘરમાં લગાવવી શુભ માનવામાં આવે છે.

જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તે લોકોએ તેમના ઘરમાં કાળા ઘોડાની નાળ લગાવવી લાભદાયી હોય છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution