લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ફેબ્રુઆરી 2026 |
2574
મોસ્કો, રશિયાની રાજધાની મોસ્કોમાં પુતિનના ટોચના જનરલ વ્લાદિમીર અલેકસેયેવ પર. હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. રશિયન તપાસ સમિતિના પ્રવક્તા સ્વેત્લાના પેટ્રેન્કોએ આ માહિતી આપી હતી. આ હુમલો ઉત્તરપશ્ચિમ મોસ્કોના એક રહેણાંક વિસ્તારમાં થયો હતો. ૬ ફેબ્રુઆરીના રોજ જનરલ અલેકસેયેવ વોલોકોલામ્સ્કોય હાઇવે નજીક એક ઇમારતમાં હતા ત્યારે એક અજાણ્યા હુમલાખોરે તેમના પર હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે હત્યાના પ્રયાસ અને ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ અને ફોરેન્સિક નિષ્ણાતો ઘટનાસ્થળે પુરાવા એકઠા કરી રહ્યા છે. વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી સાક્ષીઓની પૂછપરછ કરાઇ રહી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલાખોરોને ઓળખવા અને પકડવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ હુમલા પાછળ કોણ હોઈ શકે છે તે હજુ સુધી સ્પષ્ટ નથી. જનરલ અલેકસેયેવ ૨૦૧૧થી રશિયાના લશ્કરી ગુપ્તચર વિભાગમાં ઉચ્ચ પદ પર છે. યુક્રેનિયન યુદ્ધની શરૂઆતથી, ઘણા વરિષ્ઠ રશિયન લશ્કરી અધિકારીઓ પર હુમલા કરવામાં આવ્યા છે.૨૦૨૫માં લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવ કાર બોમ્બ વિસ્ફોટમાં માર્યા ગયા હતા.