અમદાવાદ-

સાસણ ગીર જંગલમાં સિંહોને પહેરાવવામાં આવેલા રેડિયો કોલર કાઢવાની કામગીરી શરૂ કરાઈ. વન અધિકારી શ્યામલ ટિકાદારે કહ્યું કે રેડિયો કોલર રિપેર કરીને અન્ય સિંહોને પહેરાવવામાં આવશે. એક વર્ષમાં સિંહના ડેટા મળ્યા છે. ગીરમાં 75થી વધુ સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે.

વજનદાર રેડિયો કોલર પહેરાવા અને તેનાથી મોત થતાં હોવાનો મુદ્દો સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. જોકે વન અધિકારી શ્યામલ ટિકાદારે આ અંગે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. મહત્વનું છે કે એવું પણ કહેવાયું છે કે સિંહોને રેડિયો કોલર પહેરાવા માટે કોઈ વૈજ્ઞાનિક કારણ ન હતું. વાઈલ્ડલાઈફ બોર્ડના સદસ્ય અને નિવૃત આઈએફએસ ઓફિસરે પણ તેનો વિરોધ કર્યો હતો.