ચીન બૉર્ડર નજીક રાફેલ-સુખોઈના પરાક્રમ ઇમરજન્સીમાં સંકટમોચક જીવાદોરી બનશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ફેબ્રુઆરી 2026  |   2376


ડિબ્રુગઢ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાયુસેનાના ઝ્ર-૧૩૦ વિમાનમાં મુસાફરી કરીને આસામના ડિબ્રુગઢથી મોરાન પહોંચ્યા હતા. જાેકે, આ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી. આ મુસાફરી પર સમગ્ર વિશ્વની નજર હતી. તેમની આ યાત્રા અનેક બાબતે મહત્ત્વની છે. વડાપ્રધાન મોદી જે વિમાનમાં સવાર થઈને મોરાન પહોંચ્યા, તેને ભારતીય વાયુસેનાનો ‘સંકટમોચક’ પણ કહેવામાં આવે છે. આ વિમાન ન માત્ર યુદ્ધના મેદાનમાં, પરંતુપ્રાકૃતિક આફતો અને બચાવ કામગીરીમાં પણ વિશ્વાસપાત્ર સાથી સાબિત થયું છે.

આસામના ડિબ્રુગઢમાં મોરન બાયપાસ પર એક ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા (ઈન્હ્લ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની મુલાકાત દરમિયાન આ સુવિધાને વ્યક્તિગત રીતે જાેઈ હતી. તેમણે તેને આસામ માટે એક ઐતિહાસિક સીમાચિહ્ન ગણાવ્યું હતું. પીએમ મોદીની હાજરીમાં ફાઇટર, ટ્રાન્સપોર્ટ અને હેલિકોપ્ટર વિમાનોના હવાઈ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. આ પૂર્વોત્તર રાજ્યોમાં પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા છે. તેના નિર્માણથી ઇમર્જન્સી દરમિયાન લશ્કરી અને નાગરિક વિમાનોના લેન્ડિંગ અને ટેકઓફને સરળ બનાવવામાં મદદ કરશે. હરક્યુલિસ ઝ્ર-૧૩૦ત્ન વિમાન એ ૩૦ મીટર લાંબુ અને ૧૨ મીટર ઊંચુ છે. આ વિમાન ૧૯ ટન સુધીનો વજન ઉપાડી શકે છે, તે ૬૪૩ કિમી પ્રતિ કલાકની ઝડપથી ઉડી શકે છે અને એક વખતમાં ૩,૩૩૪ કિમી સુધીની ઉડાન ભરી શકે છે. આ વિમાનને છેવાડાના વિસ્તારોમાં યોગ્ય રીતે કામ કરવા માટે અપગ્રેડ કરવામાં આવ્યું છે. ૪ એન્જિન ધરાવતું આ વિમાન લગભગ ૯૦ સામાન્ય મુસાફરો કે ૬૪ સૈનિકો સાથે ઉડાન ભરી શકે છે. આ વિમાન ખૂબ નાના રનવે પર પણ ઉતરી શકે છે અને ખરબચડી જમીન પર પણ લેન્ડ કરી શકે છે. આટલું જ નહીં, આ વિમાન ખરાબથી ખરાબ હવામાનાં પણ ઉડાન ભરવા માટે સક્ષમ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution