દિલ્હી-

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કર્યું છે. રાહુલ ગાંધીએ મોદી સરકારની તુલના શાહમૃગ સાથે કરી છે.

રાહુલ ગાંધી સતત મોદી સરકાર અને નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા રહ્યા છે. એ પછી કોરોના વાયરસ હોય, ચીન સાથે સરહદનું ઘર્ષણ હોય અર્થવ્યવસ્થા હોય કે પછી મજૂરોની ઘર વાપસી હોય. ત્યારે આજે ફરી એક વાર રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકારને શાહમૃગ સાથે સરખાવી છે. તેમણે આ સરખામણી કરતા ટ્‌વીટ કરી છે.   ટ્‌વીટમાં રાહુલે લખ્યું છે કે દરેક ખોટી દોડમાં દેશ આગળ છે. કોરોના સંક્રમણના આંકડો હોય કે ય્ડ્ઢઁ દરમાં ઘટાડો. રાહુલ ગાંધીએ મોદી સરકારની તુલના શાહમૃગ સાથે કરતા કહ્યું કે દેશને સંકટમાં નાખીને સમાધાન શોધવાના સ્થાને શાહમૃગ બની જાય છે. 

રાહુલ ઉપરાંત કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ સરકારી કંપનીઓને વેચવાના મુદ્દા પર સરકારને ઘેરી હતી. રણદીપ સુરજેવાલે લખ્યું હતું કે દેશની ૨૬ સરકારી કંપનીઓ હજુ વેચવામાં આવશે. 70 વર્ષમાં જે કંઈ પણ બનાવ્યું હતુ તે બધું જ વેચી નાંખ્યું છે અને મોદી જી સત્તા પર શું કહીને આવ્યા હતા કે ‘મે દેશ નહીં બિકને દુંગા’...મતલબ હતો કે દેશમાં કંઈ પણ વેચવાથી નહીં બચાવું.’ મોદી હૈ તો મુમકિન હૈ.