11, મે 2021
693 |
દિલ્હી-
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત કેંદ્રની મોદી સરકારની ટીકા કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ મંગળવારે કોરોના વાયરસ સામે #SpeakUpToSaveLives અભિયાન શરૂ કર્યું છે.

રાહુલ ગાંધીએ લોકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, આપણા દેશને આ નિર્ણાયક સમયમાં મદદની જરૂર છે. તો ચાલો આપણે લોકોનું જીવન બચાવવા, #SpeakUpToSaveLives અભિયાનમાં જોડાવા અને કોરોના સામેની આપણી લડતને મજબૂત બનાવવા માટે શક્ય તે બધું કરીએ. કોંગ્રેસે પણ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ અભિયાનમાં વધુ લોકોને સામેલ કરવા અપીલ કરી છે. કોંગ્રેસે ટ્વીટ કરીને લખ્યું છે કે, 'કોરોના સંકટની સામે લડવા માટે સત્તાની ઘોર ઉદાસીનતાએ પરિસ્થિતિને ભયાનક બનાવી દીધી છે. તેથી, અવાજ ઉઠાવવો જરૂરી છે, જેથી જીવન બચાવી શકાય, દર્દીઓને દવાઓ મળે અને લોકોને રસી મળે. 'અન્ય એક ટવીટમાં કોંગ્રેસે આ ઝુંબેશ વિશે લખ્યું કે,' પથારી, ઓક્સિજન, આવશ્યક દવાઓનાં અભાવને કારણે લોકો દમ તોડી રહ્યા છે. આ પાછળ જવાબદાર ભાજપાનું કુપ્રબંધન છે. આવો અમારા અભિયાનમાં જોડાઓ અને ભાજપ દ્વારા સર્જાયેલી અવ્યવસ્થા સામે અવાજ ઉઠાવો અને દેશવાસીઓનાં જીવ બચાવવા કેન્દ્ર સરકાર સામે માંગણી કરી છે.'