દિલ્હી-

પાકિસ્તાનમાં અનેક શહેરો પૂરથી અસરગ્રસ્ત થયા છે . સૌથી વધુ અસર સિંઘ પ્રાંતમાં થઇ છે . અહીં હેલિકોપ્ટરથી ૨૦૦ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે . જ્યારે છેલ્લા ૩ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે ૯૦ લોકોનાં મોત નિપજ્યા છે . પાકિસ્તાનમાં બલૂચિસ્તાન , પંજાબ અને ખૈબર પખ્તૂનખ્વામાં ભારે વરસાદને પગલે મુશ્કેલી સર્જાઈ છે . કરાંચીમાં અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ચૂક્યા છે . પૂરને પગલે સૌથી વધુ ૩૧ મોત સિંઘ પ્રાંતમાં નોંધાયા છે . ખૈબર પખ્તૂનખ્વામાં પણ ૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે . બલૂચિસ્તાનમાં ૧૫ , ઉતરી વિસ્તારમાં ૧૩ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ૩ લોકોનાં મોત નિપજ્યા છે . ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા કરાંચી સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું છે . કરાંચીમાં નિચલા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં ૧ , ૨૪૫ લોકોને સુરક્ષિત વિસ્તારોમાંથી ખસેડવામાં આવ્યા છે . અફઘાનિસ્તાનમાં પણ ભારે વરસાદને પગલે ૭૦ લોકોએ જીવ ગુમાવ્યા છે . અનેક જગ્યાએ મકાનો પણ દુર્ઘટનાગ્રસ્ત બન્યા છે . કાટમાળ હેઠળ ફસાયેલા બાળકો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .