મકરપુરા જીઆઈડીસીની ફેકટરીમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગ ઝડપાઈ

વડોદરા : મકરપુરા જીઆઈડીસીની ફેકટરીમાં ચોરી કરનાર રાજસ્થાની ગેંગની તેમજ તાંદલજામાં દુકાનમાં ચોરી કરતા રંગે હાથ ઝડપાયેલા તસ્કરના ફરાર સાગરીતની પીસીબી પોલીસે ધરપકડ કરી હતી. તાંદલજાના સંતોષનગર વુડાના મકાનમાં રહેતા ૬૭ વર્ષીય મહંમદભાઈ વ્હોરા તેમના મકાનના આગળના ભાગે પ્રોવિઝન  સ્ટોર ધરાવે છે.  

ગત રાત્રે દોઢ વાગ્યાના અરસામાં તેમની દુકાનમાં પતરા ઉંચા કરીને તાંદલજામાં રહેતા શકલીન મુનીરમીયા શેખ અને નદીમ ઈકબાલહુસેન રાઠોડ (મન્સુરી કબ્રસ્તાન, હાથીખાના) ચોરી કરવા ઘુસ્યા હતા. જાેકે પતરાનો અવાજ સાંભળીને ટોળુ ભેગુ થતાં નદીમ ફરાર થયો હતો જયારે શકલીનને ટોળાએ ઝડપી પાડી જેપી રોડ પોલીસને સોંપ્યો હતો. ફરાર થયેલો નદીમ આજે બપોરે તાંદલજા ગામ કિસ્મત ચોકડી પાસે ઉભો હોવાાની જાણ થતાં જ પીસીબી પોલીસે તેને પણ ઝડપી પાડી જેપી રોડ પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં નદીમ ગત ૨૦૧૯માં જેપી રોડ પોલીસ મથકમાં લૂંટના ગુનામાં સંડોવાયેલો હોવાની વિગતો સપાટી પર આવી હતી.

જયારે મકરપુરા જીઆઈડીસી માં અક્ષર રિવાઈન્ડીંગ કંપનીમાં ગત ૧૫મી તારીખની રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને તેઓએ કંપનીના મેઈનગેટનું શટર ચારેક ફુટ ઉંચુ કરીને અંદર પ્રવેશ કર્યો હતો અને કંપનીમાંથી ૨૩૩ કિલો કોપરના વાયરો તેમજ કોપરના ભંગાર સહિત ૭૧ હજારની મત્તાની ચોરી કરી હતી. આ બનાવમાં સંડોવાયેલી ટોળકી પૈકીના ગણેશ દેવા જાેગી, અંબાલાલ અમરા જાેગી અને આમીર ગુલામ પટેલને પીસીબી પોલીસ સુશેનરોડ પર ઝડપી પાડ્યા હતા. તેઓએ ચોરીની કબૂલાત કરતા પોલીસે તેઓની પાસેથી ફેકટરીમાંથી ચોરાયેલો તમામ જથ્થો તેમજ ઓટોરિક્ષા સહિત ૧,૪૦,૦૬૫ની મત્તા જપ્ત કરી હતી. આ ચોરીમાં સંડોવાયેલા રાજસ્થાનના ઉદેપુરમાં રહેતા જગદીશ મીટ્ટુ જાેગી, ભેરુ રૂપા જાેગી અને વિરકા દેવા જાેગીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution