રાજકોટ: સરાજાહેર વાળ પકડી ઢસડી યુવતી ઉપર હુમલો, વિડીયો વાઈરલ

રાજકોટ-

શહેરમાં મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરતી પોલીસ માટે શરમજનક ઘટના બની છે શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા રેસકોર્સ રિંગરોડ ઉપર કિસાનપરા ચોકમાં સરાજાહેર મોડી રાત્રે 1:00 એક યુવતીને વાળ પકડીને ઢસડીને એક યુવકે બેફામ માર માર્યો હતો અને આ યુવક યુવતીને મોટરસાયકલ પર બેસાડી લઈ ગયો હતો આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે ત્યારે જો આ અંગે તપાસ કરવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે છે.

રિંગરોડ પર માનવ મહેરામણ વધુ હતું ત્યારે મોડી રાત્રે 12:30 થી એક વાગ્યાના વચ્ચે રેસકોર્સ રિંગરોડ પર કિસાનપરા ચોક પાસે આ ઘટના બની હતી જેના લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા જેથી ટોળા ભેગા થતાં આ યુવક હોન્ડા ઉપર બેસાડી યુવતીને ધરાહાર ઉઠાવી ગયો હતો આ સમગ્ર મામલે જો સીસીટીવી ફૂટેજ જ તપાસવામાં આવે તો સત્ય હકીકત બહાર આવી શકે છે. રેસકોર્સ રિંગરોડ પર કિશન પરા ચોક પાસે પીળા કલરનું ટી-શર્ટ અને બ્લેક કલરનું જીન્સ પહેરીને એક યુવતી ઉભી હતી ત્યારે જીજે3 જે એચ 9500 નંબરનું બાઈક લઈને આવેલા કાળા કલરનું પેન્ટ અને કાળા કલરનો શર્ટ પહેરી દાઢીધારી આ શખ્સે યુવતી પાસે આવી બાઈક રાખ્યુ હતું અને યુવતી કશું સમજે તે પૂર્વે તેને વાળ પકડીને ધસડીને હતી. યુવતી બચાવો-બચાવોની બૂમો પાડતા લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા છતાં કોઈપણ જાતની દયા વગર યુવતીને કિશન પરા ચોકથી વાળ પકડીને ઢળતો બાલભવનના ગેઈટ સુધી લઈને આવ્યો હતો અને જ્યાંથી તે આ યુવતીને બાઈક ઉપર બેસાડી એરપોર્ટ રોડ તરફ નાસી છુટ્યો હતો યુવતીને વાળ પકડીને ઢસડી બેફામ માર મળતા આ શકતે વાણીવિલાસ ગુમાવી યુવતીને બેફામ ગાળો આપતો હતો આ સમગ્ર ઘટનાનો 10 સેક્ધડ નો વિડીયો ત્યાં હાજર કોઈએ ઉતારી લીધો હતો અને આ વીડિયો વાયરલ થયો છે. ત્યારે શહેર પોલીસના અધિકારીઓ મહિલા સુરક્ષા માટે કેટલા સરતક છે. તે હવે જોવાનું રહ્યું.જોકે પોલીસ આ શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી કરશે કે કેમ તે લોક ચર્ચા જાગી છે. સીસીટીવી ફૂટેજ જ ના આધારે તપાસ કરશે તો પોલીસને અવશ્ય આમાં મહત્વની માહિતી મળી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution