રાજકોટ-

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસની બેકાબુ બનેલી મહામારીમાં ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારના અણધડ વહીવટ તેમજ સંકલનના અભાવ અને ખોટી નીતિના કારણે લોકો મોતના મુખમાં ધકેલાય રહ્યાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા આજે સવારના ત્રિકોણબાગ ખાતે ધરણા કરવામાં આવેલ હતા. આ ધરણાના 10 મીનીટ બાદ જ પોલીસ અધિકારીઓના કાફલાએ 11 આગેવાનોની અટકાયત કરી હતી.

કોંગેસના આગેવાનોએ આ મામલે જણાવ્યું હતું કે રાજકોટ સહિત ગુજરાતની સ્થિતિ કોરોનાના ફુંફાડાના કારણે ગંભીર બની છે. ત્યારે લોકોના જીવ બચાવવા માટે જન આરોગ્યના હિતમાં હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં બેડ, ઓકસીજન અને વેન્ટીલેટરની વ્યવસ્થા કરવા આરટી-પીસીઆર ટેસ્ટ માટે કીટ ફાળવવા માટે ર4 કલાકમાં ટેસ્ટીંગ રીપોર્ટ આપવા, રેમડેસીવીર અન્ય ઇન્જેકશન અને દવાઓની વ્યવસ્થા કરવા તેમજ હોસ્પિટલમાં મેડીકલ અને પેરા મેડીકલ સ્ટાફની પુરતી નિમણુંક કરવા માંગણી કરવા માટે તેઓએ માંગ ઉઠાવી છે અને આ મામલે જ આ ધરણાનો કાર્યક્રમ આપેલ હતો.