રાજકોટ-

રાજકોટના સણોસરા ગામની સીમમાં તળાવ નજીક કાચા રસ્તા પાસે ઘોડાની એક કિમી રેસ લગાવી તેના પર જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા છે.તેમજ રેસ જોવા ઉભેલા સાત શખ્સો સામે સોશિયલ ડિસ્ટન્સ ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસે જે ઘોડા પર રેસ લગાવતી હતી તે બંને ઘોડાને પાંજરાપોળમાં સોંપી દીધા છે. કુવાડવા પોલીસે રોકડ રૂપિયા ૧૬૭૦૦,મોબાઈલ ફોન ૬ , ૨ ઘોડા મળી રૂ. ૯૨૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મળતી માહિતી મુજબ આરોપીઓ રેસકોર્સ પાસે ઘોડા બગીમાં સાંજના બાળકોને ફેરવતા અને સવારે અહીં રેસ લગાવી જુગાર રમાડતા હતા. છેલ્લા અઠવાડિયાથી અહીં આ પ્રવૃત્તિ ચાલતી હોવાનું માલુમ પડ્યું છે.

સણોસરા ગામથી ખોરાણા ગામ જતા માર્ગ પર ઘોડાની રેસ આધારિત જુગાર રમતો હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસ મથકના પી.આઈ એમ.સી.વાળા સીધા માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ બી.પી.મેઘલાતર તથા સ પો.કોન્સ. કમલેશભાઈ શાંતિભાઈ ગઢવી તથા રોહીતદાન અજીતદા ગઢવી તથા મેહુલ ભાઈ જેરામભાઈની ટીમે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી.પોલીસે અહીં ઘોડા પર રેસ લગાવી શરત લગાવી જુગાર રમનાર મહેન્દ્ર રમેશભાઇ સનરા, અબ્બાસભાઇ અમીનભાઇ સુભાણીયા, અલીભાઇ આદમભાઇ જુણાચ રજાકભાઇ નાથાભાઇ સોરા રાજકોટને ઝડપી લીધા હતા. પોલીસે તેમની સામે જુગારધારની કલમ હેઠળ તેમજ પશુ સાથે ઘાતકી વર્તન આચરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.