રાજકોટ-

રાજકોટ શહેરના સાંગણવા ચોક કોટક શેરીમાં મકાનમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની બાતમી આધારે એ ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતી છ મહિલાને પકડી કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ સાંગણવા ચોક પાસે કોટક શેરીનં.૧માં એક મકાનમાં મહિલા સંચાચલિત જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે એડીવીઝન પોલીસ મથકના પીઆઇ સી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. એમ. ભટ્ટ, અએસઆઇ. ભરતસિંહ, ધર્મેશભાઇ, હેડકોન્સ ફારૂમભાઇ, વીરેન્દ્રસિંહ, જગદીશભાઇ, મૌલિકભાઇ, મેરૂભા, નરેશભાઇ તથા જગદીશભાઇ સહિતે કોટક શેરીનં.૧માં દરોડો પાડી જુગાર રમતા એકતાબેન રોહીતભાઇ ખાખરીયા, સાંગણવા ચોક પાસેના માધુરીબેન સંજયભાઇ ખાખરીયા, એરપોર્ટ રોડ વંદન વાટીકાના સ્વાતીબેન મનીષભાઇ રાજવીર, મીલપરા શેરીનં.૨૦ના બીંદીયાબેન વીશાલભાઇ વછાણી, સર્વોદય સોસાયટીના રીટાબેન રાજેશભાઇ વાળોદરીયા, અને હરીહર ચોક પાસે રસીદા મુબારકભાઇ સીદીને પકડી લઇ રૂ. ૬૭૬૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.