રાજકોટ- 

મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગરોડ પર ચેકિંગ વખતે પીએસઆઈ એ યુવતીને રોકી હતી. જાેકે, યુવતીએ કાર ભગાવતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડી હતી. ત્યારે અન્ય એક યુવતી ત્યાં પહોંચી અને ક્લાસ ટુ ઓફિસર હોવાનો દાવો કરતા કહ્યું બુટલેગરોને પકડી બતાવો. આ બનાવને પગલે ટ્રાફિક જામ થયો હતો અને લોકોના ટોળા એકઠા થયા હતા. રાજકોટમાં મહિલા ઁજીૈં અને મહિલાની દીકરી વચ્ચે ઝપાઝપી થઈ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા ઁજીૈંને ગળાના ભાગે નખ વાગતા સામાન્ય ઇજા પહોંચી હતી.

મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન ઁજીૈંએ કાર અટકાવતા બોલાચાલી થઈ હતી. પોલીસે કાર રોકવા કહેતા કારચાલક યુવતી નાસી જતા પોલીસે પીછો કરી કાર અટકાવી હતી. મહિલા અને તેની યુવતીએ પોલીસ સાથે કરી બોલાચાલી કરી હતી. જાેકે, ફરજ રુકાવટનો ગુનો દાખલ કરવાને બદલે પોલીસે માત્ર સીટ બેલ્ટ ન પહેરવા બદલ હજાર રૂપિયાનો દંડ લઇ યુવતીને છોડી મૂકી હતી. યુવતીએ હોસ્પિટલે જાઉં છું, તેમ કહેવા છતાં ડીટેઇન કરવાની ધમકી આપી હતી તેવો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ પોલીસે જણાવ્યું હતું કે, એક પોલીસ તરીકે પૂછપરછ ન કરી શકું તેવું કહ્યું હતું. મેં પૂછપરછ કરી કે ક્યાં જાવ છો મહિલા ગાડી ચલાવતી હોય તો સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં અને આ રીતે ગાડી ચલાવવાની છે તેવી સામાન્ય રીતે પૂછપરછ કરી હતી.