રાજકોટ,

રાજય સહિત સમગ્ર દેશમાં હાલ લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે દેશમાં સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે વિરોધ નોંધાવામાં આવી રહ્યો છે. જેને લઈને બુધવારના રાજકોટ કોંગ્રેસ દ્વારા પોતાના વિસ્તારમાંથી બળદગાડા લઈને ત્રિકોણબાગ ખાતે એકઠા થવાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ કોંગી કોર્પોરેટરો અને નેતાઓ બળદ ગાડું લઈને ત્રિકોણબાગે પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.