રાજકોટ: પડધરી ખાતે કૃષિ બિલને લઈને યોજાયું ખેડૂત સંમેલન, પરસોતમ રૂપાલાએ શું કહ્યું..

રાજકોટ-

કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે રાજકોટના પડધરી ખાતે બિલના સમર્થનમાં ભાજપ દ્વારા કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતુ. જેમાં કેન્દ્રીય રાજ્ય કૃષિપ્રધાન પરસોતમ રૂપાલાએ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓને સુધારેલા કૃષિ કાયદા અંગે માહિતી આપી હતી. આ સંમેલન રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા સહિતના જિલ્લાઓ માટે યોજવામાં આવ્યું હતુ. જેમાં વિવિધ જિલ્લાના સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અને એમાં પણ કાઠિયાવાડમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી જ ખેતી થાય છે, જ્યારે નવા બિલમાં આ પદ્ધતિ બદલવામાં આવી છે. આ કાયદો ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને બનાવમાં આવ્યો છે અને સંસદમાં પસાર કરવામાં આવ્યો છે. જો ખેડૂતોને આ નવા કાયદાથી કોઈ નુકસાન થતું હોય તો સરકાર તેમની વાત સાંભળવાં માટે તૈયાર છે.કેન્દ્ર સરકારના કૃષિ બિલનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આજે ગુરુવારે રાજકોટના પડધરી ખાતે બિલના સમર્થનમાં ભાજપ દ્વારા કૃષિ સંમેલન યોજવામાં આવ્યું હતુ. જેમાં કેન્દ્રીય રાજ્ય કૃષિપ્રધાન પરસોતમ રૂપાલાએ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ખેડૂત આગેવાનો અને પ્રતિનિધિઓને સુધારેલા કૃષિ કાયદા અંગે માહિતી આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution