રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ :ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ: આજે સુનાવણી હાથ ધરાશે
26, મે 2024 495   |  

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ  :ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ:  આજે સુનાવણી હાથ ધરાશે

 રાજકોટ :રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં શનિવારે લાગેલી આગમાં ૩૩ લોકોના મૃત્યુ પછી આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો હાથ ધરાઈ છે. તેના પર સોમવારે વધારે સુનાવમી થશે અને હાલમાં તમામ મુદ્દાની ઊંડી તપાસ કરવાના આદેશ અપાયા છે. ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ જજ બીરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની બેન્ચ બેસી હતી અને તાત્કાલિક સુનાવણી હાથ ધરાઈ હતી. હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. એડવોકેટ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે આગની ઘટનામાં ૩૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને આંકડો હજુ વધી શકે છે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ફાયર સેફ્ટી મુદ્દે ઘણી વખત નિર્દેશ આપવામાં આવ્યા છે. છતાં આવી દુર્ઘટનાઓ બને છે. તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ્‌ઇઁ ગેમિંગ ઝોન પાસે ફાયર સેફ્ટીની કોઈ પરમિશન નહોતી. . પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા માંગણી કરવામાં આવી કે આ કેસની સિટિંગ જજ દ્વારા તપાસ થવી જાેઈએ. રાજકોટનો ગેમિંગ ઝોન રેસિડન્ટ પ્લોટ પર બનેલો છે. ગેમ ઝોનમાં વેલ્ડિંગ અને બીજી કામગીરી ચાલુ હોવા છતાં લોકોને પ્રવેશ અપાયો હતો. ્‌ઇઁમાં ગેમિંગ ઝોનમાં જ્વલનશીલ પદાર્થો પણ હતા. હજારો લીટર ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો. એન્ટ્રી અને એક્ઝિટની જગ્યા બહુ સાંકડી હતી અને આગ લાગતા જ રસ્તો બંધ થઈ ગયો હતો. આગ ઠારવા માટેના પંપ હતા પણ તેને પેકિંગમાંથી બહાર પણ કાઢવામાં આવ્યા ન હતા. ગુજરાત હાઈકોર્ટે આ અગ્નિકાંડને માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો અને રાજ્ય સરકાર પાસે ગેમ ઝોનના નિયમો અને ફાયર નિયમો અંગે એક જ દિવસમાં ખુલાસો કરવાનો નિર્દેશ આપ્યો છે. ફાયર સેફ્ટી એકટ જાહેર હિતની અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, તેના પક્ષકારોને પણ સુઓમોટો અરજીની કોપી આપવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution