રાજકોટ-

બિલ્ડર પાસેથી ૭૦ લાખની ખંડણી માગનાર અને પટેલ યુવાનની જમીન પડાવી લેનાર નામચીન ભુપત ભરવાડ હાલ જેલમાં છે અને તેના સાથે સંડોવાયેલા શખ્સો ફરાર છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચે ભુપત ઉપર કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે તેનો લાઈવ ડિટેકટર ટેસ્ટ ટાઇપનો ટેસ્ટ કરાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે . તેમજ ભુપત સાથે સંડોવાયેલા તેના સાગરીતોના પાસપોર્ટ રદ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરી છે ક્રાઈમ બ્રાન્ચે આર્થિક વ્યવહારો ની તપાસ માટે આવકવેરા વિભાગની પણ મદદ લીધી છે.

શહેરના પેડક રોડ શીવ સૃષ્ટિ પાર્કમાં રહેતા ધવલભાઇ ભરતભાઇ મીરાણી પાસે ૭૦ લાખની ખંડણી માગવાના તેમજ ગેડી ગામના ખેડૂતને વ્યાજે રૂપિયા આપી તેની જમીન પચાવી પાડવાના પ્રકરણમાં સંડોવાયેલા ભુપત ભરવાડ નો લાઈ ડિટેકટર ટેસ્ટ ટાઇપનો ટેસ્ટ કરાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે જે માટે કોર્ટની મંજૂરી અને ગાંધીનગર એફ.એસ.એલ.માં ની તારીખ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે ભુપત ભરવાડ એ આચરેલા ગુનામાં અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે મજબૂત ભરવાડે અન્ય કેટલાક ગુના આચર્યા છે તે સહિતની માહિતી મેળવવા માટે હવે ક્રાઈમ બ્રાન્ચે એસ.ડી.એસ ટેસ્ટ( સસ્પેકેટેડ ડિટેકશ સિસ્ટમ) કરવામાં આવનાર છે