રાજકોટ-

જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો તેમજ રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોની ર૦ર બેઠકો પૈકી મહત્તમ બેઠકો પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડનાર છે. સામાન્ય રીતે પંચાયતમાં ભાજપ-કોંગી વચ્ચે જ સ્પર્ધા રહે છે. આ વખતે તમામ બેઠકો પર 'આપ'ના ઉમેદવારો મુકવાનું જાહેર થતા ત્રિપાંખીયા જંગ નિશ્ચિત બન્યો છે. પાર્ટીના જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા ઉમેદવાર પસંદગીનું સંકલન કરી રહ્યા છે.

'આપ'ના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની તૈયારી છે. કોટડા સાંગાણીમાં કલ્પેશ વૈષ્ણવ, સરધારમાં રવજીભાઇ ઢાંકેચા, ભાડલામાં પીયુષ ડોબરીયા, વગેરે નામ ચર્ચામાં છે. જેતપુર તાલુકાની પેઢલા બેઠકમાં કે. પી. પાદરિયાના ધર્મપત્ની લડી રહ્યા છે. અધિકાંશ નવા ચહેરાઓની પસંદગી થઇ રહી છે. ભાજપ-કોંગ્રેસ સામે આપ નવો વિકલ્પ બનવા માંગે છે