15, મે 2022
891 |
ગુજરાતના સ્થાપના દિવસે ૧ મેના રોજ કચ્છ માતાના મઢથી શરૂ થયેલી રાજપુત કરણી સેનાની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા આજે રાજકોટમાં પહોંચી હતી. જેમાં કરણી રથનું શહેરમાં આગમન થયું હતું અને માધાપરથી ગોંડલ રોડ ચોકડી સુધી કરણી સેનાની એકતાયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં વિવિધ સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર-ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫૦થી વધુ કાર જીપ, ટુ વ્હીલર અને અશ્વ સવારો જાેડાયા હતા.