રાજપીપળા,તા.૩
રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણીને લઈ હાલ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એમની લોકસભાની ટિકિટ રદ કરવાની પણ માગ કરવામાં આવી રહી છે. પરસોત્તમ રૂપાલાએ આ મુદ્દે ક્ષત્રિય સમાજની માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ માફી સ્વીકારવા તૈયાર નથી. ત્યારે રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવી ગોહિલે પણ રૂપાલાને બદલવાની માગ કરી છે.
રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવી ગોહિલે જણાવ્યું હતું કે, રાજવી પરિવાર મુગલો સાથે બેટી વ્યવહાર કરતા હતા એવું પરસોત્તમ રૂપાલા ક્ષત્રિયો વિશે જે બોલ્યાં એ ખોટું છે, હું ક્ષત્રિય સમાજના રૂપાલા વિરુદ્ધના આંદોલનને સમર્થન આપુ છું. એવા પણ દાખલા છે કે રાજપૂતાણીઓ જાેહર કરી મુગલોના હાથમાં આવ્યા ન્હોતા. રૂપાલાએ માફી માગી એનાથી નહિ ચાલે, મારે પીએમ મોદીને કહેવંુ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. પરસોત્તમ રૂપાલા આવી વિચારધારાને લીધે બદનામ થાય છે, એમણે પોતાની આવી વિચારધારાને બદલવી જાેઇએ. ક્ષત્રિયોમાં માફી માગવાની હોતી જ નથી, જે ભૂલ કરે એનું અમે માથું જ કાપી નાખીએ. ક્ષત્રિય સમાજ રૂપાલાથી ઘણાં નારાજ છે એટલે એમની જગ્યાએ અન્યને ટિકિટ આપવી જાેઈએ. બીજી તરફ નાંદોદ તાલુકાના ગોપલપુરા ગામનાં રાજપુત સમાજના આગેવાનોએ એક સુરે એમ જણાવ્યું હતું કે રૂપાલાને માફી નહિ, એમણે અમારા સમાજને નીચો પાડવા માટે જ જાણી જાેઈને અછકલાપણું બતાવ્યું છે, એ માફીને લાયક છે જ નહિ. જાે રૂપાલાની ટિકિટ રદ નહિ થાય તો અમે ગામે ગામ રૂપાલા વિરુદ્ધ આંદોલન ચલાવીશું.
Loading ...