દિલ્હી-

સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા અને રાજ્યસભા સાંસદ અમરસિંહનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, સિંગાપુરની 6 મહિનાની હોસ્પિટલમાં ચાલી રહી હતી અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે. સમાજવાદી પાર્ટીના અમરસિંહ મહાસચિવ રહી ચૂક્યા છે.

પૂર્વ સમાજવાદી પાર્ટી નેતા અમરસિંહનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બિમાર હતા. છેલ્લા કેટલાક દિવસો પહેલા તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. શનિવાર બપોરે તેમનું નિધન થયું. તેમના નિધનના સમાચાર મળતાની સાથે જ રાજકીય ક્ષેત્રમાં શોકની લહેર જોવા મળી રહી છે.