રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી
06, નવેમ્બર 2020 297   |  

ગાંધીનગર-

કોરોના વાયરસ હવે વધુ ઘાતક સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે અને ગુજરાત સ્થિત કોંગ્રેસના વધુ એક નેતા અને રાજ્યસભાના સાંસદ પણ આ જીવલેણ બિમારીની ઝપેટમાં આવ્યા છે. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે ટ્વીટ કરી માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, આજે મે RT-PCR ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો છે. તમારા બધાની શુભકામનાથી કોરોના સામે પણ લડી લઈશ. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. નોંધનિય છે આ પહેલા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને તેમણે લાંબી સારવાર બાદ કોરોનાને હરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બિહારના કોંગ્રેસના પ્રભારી હોવાના કારણે હાલ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમણે ઘણો પ્રવાસ કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution