રક્ષક જ ભક્ષક: ટ્રાફિક PSIએ દાહોદની મહિલાનું અપહરણ કરી દુષ્કર્મ કરી તરછોડતા પોલીસ ફરિયાદ

દાહોદ-

જિલ્લાના ગરબાડા તાલુકાના આમલી ગામના રહેવાસી અને હાલમાં વડોદરા મુકામે ટ્રાફિક પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયાને પંથકની પરિણીત મહિલા સાથે વર્ષ 2016માં પ્રેમસંબંધ બંધાયો હતો.

વડોદરા મુકામે ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કાયદાના રખેવાળ દ્વારા દાહોદની પરણિત મહિલાનું અપહરણ કરી લગ્ન નોંધણી કરાવી હતી., ત્યારબાદ તેની સાથે તેની મરજી વિરુદ્ધ વિવિધ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. મહિલાને કોઈ જગ્યાએ રૂબરૂ મૂકી ફરાર થઈ જતા પરણિતાએ દુષ્કર્મ આચરનાર કાયદાના રખેવાળ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પરણિત મહિલાને પીએસઆઇ ઉમેશ દ્વારા ફોસલાવીને પરિણીત મહિલા અને તેના પતિ સાથે ઝઘડો તકરાર કરાવીને છૂટાછેડા લેવડાવ્યા હતાં, ત્યારબાદ બીજી પત્ની તરીકે રાખવા માટે ત્રણ અજાણ્યા વ્યક્તિઓની મદદ લઇ દાહોદથી બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને ગાંધીનગર લઈ ગયો હતો. જ્યાં તેણીને બળજબરીપૂર્વક પોતાની સાથે રાખી આસારવા ખાતે લગ્ન નોંધણી કરાવી હતી, ત્યારબાદ આ યુવતી પરત પોતાના ઘરે આવી હતી.

જો કે, બીજી વખત 18 જુલાઈના રોજ સવારે પીએસઆઇ ઉમેશ નલવાયા બળજબરીપૂર્વક મહિલાને અપહરણ કરીને લઈ ગયો હતો અને વડોદરા ફાર્મ હાઉસ અને વડોદરા અમિત નગર ખાતે મકાનમાં ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.બાદમાં 5 ઓગસ્ટના રોજ રાતના અગિયાર વાગ્યાના સુમારે યુવતીને એક ગામમાં પંચોની હાજરીમાં પરત છોડી ગયો હતો. આ સંદર્ભે અપહરણ અને દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ દાહોદ તાલુકા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદાના રખેવાળ ટ્રાફિક પીએસઆઇ ઉમેશ રામસિંગના વિરોધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution