11, ફેબ્રુઆરી 2021
1485 |
મુંબઇ
વેલેન્ટાઈન ડે પહેલાં રણવીર સિંહે સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાના પતિ નિક માટે ખાસ ગિફ્ટ શેર કરી છે. આ એક ચોકલેટ જાર છે. તેની સાથે કેપ્શનમાં તેણે લખ્યું છે, ખાસ આપણા જીજુ માટે, સ્પેશિયલ કન્સાઇન્મેન્ટ રસ્તામાં છે. આ પહેલાં પણ રણવીરે નિક જોનસના જીમ વીડિયો પર કમેન્ટ કરી લખ્યું હતું, ઓહો જીજુ, ડોલે શોલે.

આ પહેલા રણવીરે ન્યુટેલા ઇન્ડિયા સાથે પેડ પાર્ટનરશિપ મારફતે પોતાનો પર્સનલાઈઝ ચોકલેટ જાર શેર કર્યો હતો. આ દરમ્યાન તેણે નિક જોનસનો ચોકલેટ જાર તૈયાર કરાવ્યો. જેને તેણે વેલેન્ટાઈન વીકમાં શેર કર્યો છે. રણવીરે આ ફોટોમાં નિકને ટેગ કર્યો હતો ત્યારબાદ નિકે પણ તેને શેર કરી લખ્યું લવ ઈટ બ્રો.
પ્રિયંકા અને રણવીરની કેમેસ્ટ્રીને બાજીરાવ મસ્તાનીમાં ઘણી પસંદ કરવામાં આવી હતી. તે ઘણીવાર પ્રિયંકા સાથે સોશિયલ મીડિયા બેંટરમાં પણ સામેલ થાય છે. પણ થોડા સમયથી નિક અને રણવીરની સોશિયલ મીડિયા પર હાજરી દરેકના ધ્યાનમાં આવી રહી છે.