29, જુન 2020
2772 |
ભારત તેમજ અન્ય દેશો કોરોના વાયરસને પહોંચી વળવા પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, વસ્તુઓ ધીરે ધીરે સામાન્ય થઈ રહી છે. અહેવાલ છે કે, અભિનેતા રણવીર સિંહની વર્ષ 2018 માં ફિજી અને ઓસ્ટ્રેલિયામાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિમ્બા' ફરી રજૂ કરવામાં આવી રહી છે.
આ પહેલા અજય દેવગણની ફિલ્મ ગોલમાલ અગેઇન ન્યુઝીલેન્ડના થિયેટરોમાં રિલીઝ થઈ છે. બંને ફિલ્મ્સના ડિરેક્ટર રોહિત શેટ્ટી છે.
રણવીર સિંહની આ એક્શન ડ્રામા ફિલ્મ ભારતમાં ખૂબ પસંદ આવી હતી. ભારતમાં પણ સારી આવક થઈ હતી.
રણવીરની ફિલ્મ 'સિમ્બા'એ એક અનાથ કોપની વાર્તા છે જે શરૂઆતથી જ લાંચ લે છે. પરંતુ પાછળથી એવી કેટલીક ઘટનાઓ બને છે જે તેના અંતઃકરણને જાગૃત કરે છે અને તે દુશ્મનોનો અંત લાવે છે. આ ફિલ્મમાં રણવીર સાથે સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સોનુ સૂદ તેનો વિલન હતો.