રાજ્યમાં અગાઉ પ્રીમિયમ વિના બિનખેતી થયેલી જમીનનો પુનઃ હેતુફર સરળ કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, નવેમ્બર 2024  |   17721


ગાંધીનગર:રાજયમાં કોઈ પણ હેતુ માટે અગાઉ પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર હોવા છતાં પ્રીમિયમ વસૂલ કર્યા વિના બિનખેતી થયેલી જમીન હવે, પુનઃ હેતુફર કરવી રાજ્ય સરકારે સરળ બનાવી છે. આવી જમીન પુનઃ હેતુફર માટે આવે ત્યારે તે જમીનને પ્રવર્તમાન જંત્રીના ૧૦ ટકા પ્રિમિયમ વસૂલાત કરીને બિનખેતી કરી આપવામાં આવશે. હાલમાં આવી જમીન પ્રવર્તમાન જંત્રીના ૩૦ ટકા પ્રમાણે પ્રીમિયમની વસૂલાત કરાય છે.

રાજ્યમાં કોઈ પણ હેતુ માટે અગાઉ બિન ખેતી (એનએ) થયેલી જમીનની કોઈપણ દરખાસ્ત પુનઃ હેતુફેર માટે જે તે જિલ્લા કલેકટર સમક્ષ રજૂ થાય છે. તો ત્યારે જાે પ્રિમીયમ વસુલાત પાત્ર હોય અને અગાઉના બિનખેતીના ર્નિણય વખતે પ્રિમિયમ વસૂલ કરવાનું રહી ગયું હોય તેવા કિસ્સામાં હાલના સમયમાં આવું પ્રિમીયમ પ્રવર્તમાન જંત્રી દરના ૩૦ ટકા પ્રમાણે વસૂલ કરવાની પ્રથા અમલમાં છે.

આવા કિસ્સામાં જે તે જમીન બિનખેતી થયા સમયે પ્રીમિયમ વસૂલ ન કરાયું હોય તો આસામીને પ્રવર્તમાન જંત્રીની રકમના ૩૦ ટકા પ્રમાણે પ્રીમિયમની રકમ ભરવાની થાય છે. જેના કારણે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરાઇ હતી.

રાજ્ય સરકાર દ્વારા ર્નિણય કરાયો છે કે, ભૂતકાળમાં પ્રતિબંધિત સત્તા પ્રકાર અને નવી અને અવિભાજ્ય શરતની જમીનમાં પ્રીમિયમની રકમ વસુલવાપાત્ર હતી, પરંતુ તે રકમ વસુલ લીધા વિના બિનખેતી પરવાનગી અપાઇ છે. આવી જમીનમાં હાલના અરજદાર કે કબજેદાર પાસેથી પ્રવર્તમાન જંત્રી કિંમતના ૩૦ ટકા નહીં પરંતુ ૧૦ ટકા પ્રીમિયમની વસુલાત કરી રિવાઇઝડ બિનખેતીની પરવાનગી આપવાની રહેશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution