નિઝામપૂરા વિસ્તારમાં રહેતા વિનોદ મિસ્ત્રી છેલ્લા દસ વર્ષથી રથયાત્રામાં આવવા માટેનો ભાવ મનમાં રાખતા હતા પરતું અશક્તિને કારણે તે ભક્તોેના મહેરામણ સાથે જાેડાવવાની હિંમત ન કરી શક્તા હતા પરતું આ વર્ષે તેમને મનથી મક્કમ થઈને કોઈના પણ સહારા વિના વ્હીલચેર પર ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.

ડ્ઢઝ્રમ્,ઁઝ્રમ્,ર્જીંય્ અને ન્ઝ્રમ્ના ડ્રેસકોર્ડ

રથયાત્રામાં શહેર પોલીસ તંત્રના ઉચ્ચાધિકારીઓ તેમજ વિવિધ પોલીસ મથકોનો સ્ટાફ ખાખી વર્દીમાં તૈનાત રહ્યો હતો પરંતું પોલીસતંત્રની અલગ અલગ એજન્સીના જવાનોને ખાખી વર્દીના બદલે અલગ અલગ રંગોના ડ્રેસકોર્ડ અપાયા હતા. ડીસીપી ઝોનના એલસીબીના જવાનોએ આંખી બાયના વ્હાઈટ શર્ટમાં જયારે ડીસીબીના જવાનો ગ્રે રંગની અને ક્રાઈમ બ્રાન્ચ લખેલી હાફ બાયની ટી-શર્ટમાં તો એસઓજીના જવાના પીળા રંગની ટીશર્ટમાં અને પીસીબીના સ્ટાફે વ્હાઈટ શર્ટ અને ટી-શર્ટ પહેરીને અલગ ઓળખ ઉભી કરી હતી.

રથયાત્રા પસાર થયા બાદ વિદ્યાર્થીઓએ રોડની સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો

ભગવાન જગન્નાથજીની રથયાત્રા હરે રામા રહે ક્રિષ્ણા અને જય જગન્નાથના જયઘોષ સાથે નિકળી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો નગરચર્યાએ નિકળેલા ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે ઉમટ્યા હતા.શહેરના રાજમાર્ગો પર રથયાત્રાનુ ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.ત્યારે ભગવાનની રથયાત્રા પાછળ પડેલા કચરાને સાફ કરવાની જવાબદારી સ્ટુડન્ટ્‌સ ફોર સેવાના ૧૦૦ જેટલા કાર્યકરોએ ઉપાડી રથયાત્રા પસાર થયા બાદ પાછળ પડેલો કચરો ઝાડુ તેમજ બ્રશ થી રોડ સ્વચ્છ કરીને પાછળ રહેલી પાલિકાની ડોર-ટુ-ડોરની ગાડીમાં નાંખીને રોડને સ્વચ્છ કરવાની સાથે સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો.આ ગૃપમાં એમ.એસ.યુનિવર્સિટી તેમજ ખાનગી કોલેજાેના વિધ્યાર્થીઓ પણ સફાઈમાં જાેડાયા હતા.મિ.કમિશનર, શહેરની પ્રજા તો ઠીક,

જગતના નાથના રથને પણ ખાડાઓ નડ્યાં!

વડોદરા,તા.૨૦

અષાઢી બીજે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભગવાનનો રથ આગલી રાત્રે નિજ મંદિરેથી નિર્ધારીત માર્ગ પરથી સ્ટેશન વિસ્તારમાં લાવવામાં આવે છે. જાેકે, આ વખતે ભગવાનના રથને પણ રસ્તા પરના ખાડાનો અનુભવ થયો હતો. રથ જે રૂટ પરથી રાત્રીના સમયે પસાર થઈને સ્ટેશન જવાનો હતો તે રૂટ પર જ ગેંડા સર્કલથી શાસ્ત્રી બ્રિજ સુધીના સર્વિસ રોડ પર પાલિકાએ વરસાદી ગટરોની કામગીરી કરી હતી. કામગીરી કરી તે તો ઠીક પરંતુ કામગીરી બાદ ખોદવામાં આવેલાં ડામર સહિતનું ડેબ્રિસ ત્યાં જ રોડની વચ્ચે છોડી દેવાતા રથને લાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દ્‌શ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર ફરતાં થતાં પાલિકા તંત્રની ટીકાઓ થઈ હતી.

ઈસ્કોન મંદિરના રસોડામાં સાંસદે પૂરીઓ બનાવી

વહેલી સવારે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા ઈસ્કોન મંદિર ખાતેના રસોડામાં પૂરીઓ તળીને સેવા આપી હતી.

રશિયા યુક્રેન વચ્ચે તણાવ હજી યથાવત પણ રથયાત્રામાં મિત્રતાના દર્શન થયાં

સનાતન ધર્મ વિશે અને વેદ , ઉપનિષદો સહિતના ધાર્મિક ગ્રંથો તેમજ સંસ્કુતિ વિશે અભ્યાસ કરવા માટે આવી પહોંચેલા યુક્રેન અને રશીયાના બે ભકતો અભ્યાસ દરમ્યાન જ કુષ્ણભક્તિમાં લીન થઈ જઈને ઈસ્કોન સંસ્થા સાથે જાેડાઈ ગયા હતા. વર્ષ ૨૦૦૫થી તેઓ ઈસ્કોન સાથે જાેડાઈને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે યોજાયેલી રથયાત્રામાં મૂળ યુક્રેનના ગોપાલદાસ અને રશિયાના હરિદાસે સનાતન ધર્મ અંગીકાર કરીને પ્રભુ ભક્તિમાં લીન થયેલા જાેવા મળ્યા હતા.

રથયાત્રાના માર્ગ પર આકર્ષક રંગોળી

રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની હતી તે સમગ્ર રૂટ પર ચાર થી પાંચ રંગોળી કલાકાર મહિલાઓએ ભગવાનના રથના સ્વાગત માટે મહિલાઓ દ્વારા આકર્ષક રંગોળી બનાવી હતી.જેમ જેમ રથ પસાર થતો હતો ત્યા આગળના માર્ગ પર મહિલાઓ દ્વારા અલગ અલગ પ્રકારની આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી.રંગોળી બનાવનાર મહિલાઓએ કહ્યુ હતુ કે, મંદિર પરીસરમાં પણ રંગોળી બનાવી હતી.ત્યારબાદ રથયાત્રાના રૂટ પર મુખ્ય જંક્શન છે ત્યા ૭ થી ૮ પ્રકારની અલગ અલગ ભગવાની પ્રીય એવી રંગોળી બનાવી હતી.