લોસ એન્જલસ-

રિયાલિટી ટીવી સ્ટાર કાઈલી જેનરે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે જાહેર કર્યું છે કે તે બીજી વખત ગર્ભવતી છે. તેના કેટલાક સપ્તાહ સુધી ગર્ભવતી હોવાના અહેવાલો આવ્યા હતા, જેની હવે કાઇલીએ પુષ્ટિ કરી છે. બાળકના પિતા તેના બોયફ્રેન્ડ અને રેપર ટ્રેવિસ સ્કોટ છે. બંનેને પહેલાથી જ ચાર વર્ષની પુત્રી સ્ટોર્મી વેબસ્ટર છે. કાઈલીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં કાઈલી 'પ્રેગ્નન્સી ટેસ્ટર' પકડી રહી છે અને તે સ્ટોર્મીને પૂછતી જોવા મળે છે, શું તમે મમ્મીના ડોક્ટર પાસે જવા માટે તૈયાર છો?